Sunday, 19 July 2015

76).જય મા વૈષ્ણવ દેવી


માતા વૈષ્ણવ દેવીની ગુફા જેને માતા ભવન કહેવામાં આવે છે તેની કેટલીક એવી વાતો છે જે તમે નહીં જાણતા હોવ.

1.ભગવાન વિષ્ણુના અંશથી ઉત્પન્ન માતા વૈષ્ણવનું એક અન્ય નામ દેવી ત્રિકુટા પણ છે. દેવી ત્રિકુટા એટલે માતા વૈષ્ણવ દેવીનું નિવાસ સ્થાન જમ્મૂમાં માણિક પહાડીઓની ત્રિકુટા શ્રૃંખલાની એક ગુફામાં છે. દેવી ત્રિકુટાનું નિવાસ હોવાને લીધે માતાનું નિવાસ સ્થાન ત્રિકુટા પર્વત કહેવામાં આવે છે.

2. મા વૈષ્ણવ દેવીના દર્શન માટે વર્તમાનમાં જે માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે તે ગુફામાં પ્રવેશનો પ્રાકૃતિક માર્ગ નથી. શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને જોતા કૃત્રિમ માર્ગનું નિર્માણ 1977માં કરવામાં આવ્યું હતું. વર્તમાનમાં આ માર્ગથી શ્રદ્ધાળુઓ માતાના દરબારમાં પ્રવેશ કરે છે.


3. કેટલાક સૌભાગ્યશાળી ભક્તોને પ્રાચીન ગુફા થકી આજે પણ માતાના ભવનમાં પ્રવેશનું સૌભાગ્ય મળી જાય છે. 


4. વાસ્તવમાં એવો નિયમ છે કે જ્યારે પણ દસ હજાર કરતા ઓછા શ્રદ્ધાળુઓ હોય છે ત્યારે પ્રાચીન ગુફાના દ્વાર ખોલી દેવામાં આવે છે. સામાન્યપણે આવું શિયાળામાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં થાય છે. પવિત્ર ગુફાની લંબાઈ 98 ફૂટ છે. ગુફામાં પ્રવેશ અને બહાર નીકળવા માટે બે કૃત્રિમ માર્ગ બનાવવામાં આવ્યાં છે. 


5.આ ગુફામાં એક મોટો ચોતરો બનાવેલો છે. આ ચોતરા પર માનું આસન છે જ્યાં દેવી ત્રિકુટા પોતાની માતાઓની સાથે બિરાજમાન છે.


6. મા વૈષ્ણવ દેવીના દરબારમાં પ્રાચીન ગુફાનું ખૂબ મહત્વ છે. શ્રદ્ધાળુઓ આ ગુફા થકી માતાના દર્શનની કામના રાખે છે. તેનું ખાસ કારણ એ છે કે પ્રાચીન ગુફા સમક્ષ ભૈરવનું શરીર મોજુદ છે એવું માનવામાં આવે છે. માતાએ અહીં જ ભૈરવને પોતાના ત્રિશુળથી માર્યો હતો અને તેનું માથું ઉડીને ભૈરવ ઘાટી જતું રહ્યું હતું અને શરીર અહીં જ રહી ગયું હતું.


7. પ્રાચીન ગુફાનું મહત્વ એટલે પણ છે કારણ કે તેમાં પવિત્ર ગંગાજળ પ્રવાહિત થતું રહે છે. શ્રદ્ધાળુઓ આ જળથી પવિત્ર થઈને માતાના દરબારમાં પહોંચે છે જે એક અદભુત અનુભવ હોય છે. 


8.માતા વૈષ્ણવ દેવીની ગુફાનો સંબંધ યાત્રા માર્ગમાં આવતા એક મુકામ સાથે પણ છે, જેને આદિ કુંવારી અથવા અર્ધકુંવારી કહેવામાં આવે છે. અહીં એક ગુફા છે જેને ગર્ભજૂનના નામથી ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે માતા અહીં 9 મહિના સુધી એવી રીતે રહ્યા હતા જેમ એક બાળક માતાના ગર્ભમાં 9 મહિના સુધી રહે છે એટલે જ આ ગુફાને ગર્ભજૂન કહેવામાં આવે છે.


9. આદિ કુંવારીની આ સૂચનાઓની સાથે એ પણ જણાવી દઈએ કે એક માન્યતા એવી પણ છે કે ગર્ભજૂનમાં ગયા પછી મનુષ્યને ફરીથી ગર્ભમાં નથી જવું પડતું. જો કોઈ મનુષ્ય ગર્ભમાં આવી પણ જાય છે તો તેને ગર્ભમાં કષ્ટ નથી ઉઠાવવું પડતું અને તેનું જીવન સુખ અને વૈભવથી ભરપૂર હોય છે.

No comments:

Post a Comment