Friday 24 April 2015

49).Thinking About 2....

એક માણસ નો પાળેલો કૂતરો બીમાર પડ્યો....
ડૉક્ટર આવ્યા.... 
દવા આપી... 
દવા પીવડાવવા ના અલગ અલગ ઘણાં પ્રકારના પ્રયત્નો કર્યા, 
બળજબરી કરી પણ એ કૂતરા એ દવા ના જ પીધી.. 
છેલ્લે કૂતરાને ઘર ના ત્રણ સભ્યો એ પકડ્યો અને ચોથા એ દવા પીવડાવવા નો પ્રયત્ન કર્યો,
કૂતરો પકડ માંથી છૂટી ગયો અને ઝપાઝપી માં દવા ની બોટલ ફૂટી ગઇ..
થોડી વાર પછી કૂતરો એ ઢોળાયેલી દવા ચાટવા લાગ્યો.

કૂતરા ને દવા પીવી નહતી એવું ન હતું.... 
એને ફક્ત પધ્ધતિ થી વાંધો હતો... 
એને જો એને જે પધ્ધતિ પસંદ છે.. 
એને માટે જે સરળ છે એ પ્રમાણે જો કરવામાં આવ્યું હોત તો આસાનીથી દવા પી જાત...
પોતાનું બાળક ભણવામાં થોડું કાચુ હોય.... 
એ ભણવાની ના પાડે... 
એને ભણવામાં રસ ના પડતો હોય ત્યારે આ વાર્તા અવશ્ય યાદ કરવી...
બદલવાનું બાળકને નહીં પણ માબાપ અને શિક્ષકો એ છે.

No comments:

Post a Comment