Monday, 6 April 2015

21).Havells

કેટલાક દાયકામાં ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટોનાં બજારમાં હેવલ્સનું નામ અગ્રેસર રહ્યું છે.અન્ય કંપનીઓનું હસ્તાંતરણ કરીને હેવલ્સે જોરદાર વૃદ્ધિ નોંધાવી છે.નોઇડા સ્થિત કંપનીની નેટવર્થ હાલમાં બે અબજ ડોલરને વટાવી ગઇ છે. બધી સિદ્ધીઓનો યશ જાય છે કંપનીનાં સ્થાપક અને ચેરમેન કિમત રાય ગુપ્તાને,જેમનું આજે 77 વર્ષની વયે અવસાન થયું છે.ગુપ્તાને ફોર્બ્સે દેશનાં સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં સ્થાન આપ્યું હતું.જમીન પરથી આભ સુધી પહોંચવા સુધીની ગુપ્તાની કહાણી પણ રોચક છે

1958માં કિમત રાય ગુપ્તા પંજાબમાં પોતાનું શિક્ષણ અધવચ્ચે છોડીને દિલ્હી આવી ગયા અને જૂની દિલ્હીનાં ઇલેક્ટ્રીક હોલસેલ બજારમાં પોતાનું કામ શરૂ કર્યું.તેમની પાસે મૂડી તરીકે 10,000 રૂપિયા હતા.તેમણે તિલક નગર,કિર્તી નગર,બદલી વગેરે જગ્યાઓએ પોતાનાં મેન્યુફેકચરિંગ યુનિટ સ્થાપ્યા.રિવાયરેબલ સ્વિચ અને ચેન્જઓવર સ્વિચમાઁથી એચબીસી ફ્યુઝ,એનર્જી મીટર,એમસીબી વગેરેનું ઉત્પાદન શરૂ કરીને તેમણે પોતાનાં વ્યવસાયને આગળ ધપાવ્યો.

1971માં કિમત રાયે હેવલ્સને 7 લાખ રૂપિયામાં ખરીદી.તેઓ કંપનીની બ્રાન્ડ અને નફાને અનેક ગણા વધારવા માગતા હતા.તેમનાં નેતૃત્વ હેઠળ હેવલ્સ દુનિયાની ટોચની પાંચ લાઇટિંગ બ્રાન્ડમાં સામેલ થવામાં સફળ રહી.

એક ઇન્ટરવ્યુમાં ગુપ્તાએ કહ્યું હતું કે,સાહસિક અને સફળ બનવા માટે તમારે આત્મવિશ્વાસુ અને દ્રઢ નિશ્વયી બનવું પડે.ઇલેક્ટ્રીકલ ગુડ્ઝ ઇન્ડસ્ટ્રીમાં સફળ થવા માટે ઇનોવેશનનું મહત્વ અનેક ગણુ છે.ગુપ્તાએ વાત બહુ પહેલા સમજી લીધી હતી.આજે હેવલ્સ જાણીતી ફાસ્ટ મુવિંગ ઇલેક્ટ્રીક અને
પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની છે.  

હેવલ્સ આજે સર્કિટ પ્રોટેક્શન ડિવાઇસ,કેબલ્સ અને વાયર,મોટર,ફેન્સ,મોડ્યુલર સ્વિચ,હોમ એપ્લાયન્સ,ઇલેક્ટ્રીક વોટર હીટર,પાવર કોમ્પ્રેસર અને સીએફએલ લેમ્પ જેવી ઇલેક્ટ્રીક વસ્તુઓ બનાવે છે.ઘરેલુ બજાર પર પોતાની પકડ જમાવ્યા  બાદ ગુપ્તા વિદેશી બજારોમાં પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા

વર્ષ 2007માં હેવલ્સે નોઇડામાં કેપેસિટર મેન્યુફેકચરિંગ પ્લાન્ટ સ્થાપ્યો અને જર્મનીનાં ફ્રેન્કફર્ટ સ્થિત કંપની સિલ્વેનિયાનો લાઇટનિંગ બિઝનેસ ખરીદી લીધો. સમય હતો જ્યારે પહેલી વાર કંપનીનું ટર્નઓવર  1 અબજ ડોલરેન વટાવી ગયું.

સિલ્વેનિયાનાં હસ્તાંતરણની મદદથી હેવલ્સ દુનિયાની પાંચમા નંબરની સૌથી મોટી લાઇટનિંગ કંપની બની ગઇ.જો કે યુએસની સબ પ્રાઇમ મોર્ગેજ કટોકટીથી શરૂ થયેલી વૈશ્વિક આર્થિક મંદીને કારણે હેવલ્સને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.જો કે હેવલ્સ-સિલ્વેનિયા કટોકટીમાંથી ઉગરી ગઇ.

વર્ષ 2012-13માં હેવલ્સનું ટર્નઓવર 7247 કરોડ રૂપિયા હતું.31 માર્ચ 2014નાં રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષનાં અંતે કંપનીનો નફો  446.33 કરોડ રૂપિયા હતો જ્યારે ટર્ન ઓવર 8,150.34 કરોડ રૂપિયા.

દેશભરમાં 200થી વધુ હેવલ્સ ગેલેક્સી એક્સક્લુસિવ શોરૂમ્સ કાર્યરત

હેવલ્સ ગુણવત્તા,ઇનોવેશન અને માર્કેટ કોન્સોલિડેશન પર મોટા પાયા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.પોતાની બ્રાન્ડને સાતમા આસમાને લઇ ગયા બાદ ગુપ્તા ઇચ્છતા હતા કે હેવલ્સનાં છત્ર હેઠળ વધુ બ્રાન્ડ્સ આવે.ગુપ્તાનાં અથાગ પ્રયત્નો વડે હેવલ્સે ક્રેબટ્રી,સિલ્વેનિયા,લ્યુમિનસ અને સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રીકલ્સ જેવી વૈશ્વિક બ્રાન્ડ્સ ખરીદી.

ભારત બહાર પર હેવલ્સની ઘણી બ્રાન્ડ લોકપ્રિય છે. પોતાનાં ગ્રાહકો સુધી સીધા પહોંચવા માટે કંપનીએ એક્સક્લુસિવ રિટેઇલ શોરૂમ્સનો કોન્સેપ્ટ અપનાવ્યો.આજે દેશભરમાં 200થી વધુ હેવલ્સ ગેલેક્સી એક્સક્લુસિવ શોરૂમ્સ કાર્યરત છે.પછીથી કંપનીએ હેવલ્સ કનેક્ટનાં બ્રાન્ડ નેમ હેઠળ કસ્ટમર સર્વિસ પણ શર કરી,જે ગ્રાહકોને લાઇટનિંગ અને ઇલેક્ટ્રીકલ સર્વિસ પૂરી પાડતી હતી.સતત વૃદ્ધિ હાંસલ કરતા કરતા હેવલ્સે નોન મોડ્યુલર સ્વિચનાં સેક્ટરમાં પગ મૂક્યો.કંપની હવે દ્વિતીય અને તૃતીય શ્રેણીનાં શહેરોમાં પ્રવેશ કરી રહી છે.

ગુપ્તાએ કહ્યું હતું કે તેમની કંપની ઇલેક્ટ્રીક માર્કેટ પર પોતાનો અંકુશ જાળવી રાખવા માટે ઇનોવેશન જારી રાખશે.કંપની ગ્રામીણ બજારો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.ગ્રામીણ વિસ્તારોમાં લોકોની આવકોમાં વધારો થતા ત્યાના લોકોની લાઇફસ્ટાઇલ સુધરી રહી છે અને હેવલ્સ તકનો લાભ લેવા માગે છે. 




No comments:

Post a Comment