મિસાઈલ મેન સાથેની બાળપણની મુલાકાત અને તેમની પ્રેરણાથી અમેરીકામાં સ્પેશ શટલના પાર્ટ બનાવતી કંપનીમા ડિઝાઈન એન્જિનિયર બન્યો નિસર્ગ
મિસાઈલ મેન ગણાતા અબ્દુલ કલામે ભારતને અણુરાષ્ટ્ર તરીકેનું બિરુદ આપ્યું છે. સાથે સાથે દેશના નવ યુવાનોમાં કંઈક કરી છુટવાની ભાવના પણ જગાવી છે. જીવનના અંતિમ પડાવ સુધી એક શ્રેષ્ઠ શિક્ષક બની રહેલા કલામ સાહેબે યુવાનોમાં આત્મવિશ્વાસ જગાવ્યો છે. આવો જ કંઈક આત્મવિશ્વાસ અમદાવાદના નિસર્ગ ત્રિવેદમાં પણ જગાવ્યો હતો. ૨૦૦૦ની સાલમાં અમદાવાદ આવેલા અબ્દુલ કલામ સાથેની બાળપણની મુલાકાત અને તેમની પ્રેરણાથી નિસર્ગ આજે અમેરીકામાં સ્પેશ શટલના પાર્ટ બનાવતી કંપનીમા ડિઝાઈન એન્જિનિયર બન્યો છે. અમેરીકામાં રહેતા નિસર્ગે કલામ સાહેબના નિધન બાદ શોક વ્યક્ત કર્યો હતો. સાથે તે દરમિયાનની કેટલીક વાતો ફેસબૂકના પેજ પર શેર કરી હતી.
આ દરમિયાન ગુરૃકુલ વિસ્તારમાં રહેતા તેના માતા-પિતા નીલમબેન અને પ્રદિપભાઈ કહે છે કે, અબ્દુલ કલામ સાથે બાર વર્ષનો હતો ત્યારથી નિસર્ગ સંપર્કમાં હતો. અબ્દુલ કલામ સાથે તે રૃબરુ મુલાકાત ઉપરાંત મેઈલ પર પણ સંપર્કમાં રહ્યો હતો. કલામજીના રેફ્રેન્સથી નાશામાંથી તેના માટે મટીરીયલ આવતુ હતું. અમેરીકામાં રહેતા અમારા દિકરાની ઈચ્છા પણ સ્વદેશ ફરી કલામજીના રસ્તે ચાલવાની છે.
ભારતને આ ટેકનોલોજી પુરુષની ખામી હંમેશા વર્તાતી રહેશે પરંતુ તેમને યુવાનોને આપેલી પ્રેરણા થકી દેશમાં ટેકનોલોજીની મિશાલ સદાય પ્રજ્વલીત રહેશે.
કલામસાહેબને મળવા શક્ય એટલા જુગાડ કર્યા
ડૉ.અબ્દુલ કલામ વર્ષમાં એકાદ બેવાર અમદાવાદ આવતા હોય છે. આ સમયે તેમની એક ઝલક મેળવવા સ્ટુડન્ટસની લાંબી લાઇનો લાગી જતી હોય છે. પરંતુ ૨૦૧૨માં જ્યારે ડૉ.કલામ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી(આઇઆઇએમ), અમદાવાદમાં આવ્યા ત્યારે એન્જિનિયરિંગના ત્રણ મિત્ર જૈનિક શાહ, કૃણાલ ઉદાની અને શ્રેય શાહ તેમને મળવા અને તેમની સ્પીચ સાંભળવા આઇઆઇએમ-એના પ્રો. અનિલ ગુપ્તાને વિનંતિ કરી આમ તેમની કલામસાહેબને મળવાની જિજ્ઞાાસાવૃત્તિ જોઇને. પ્રો. ગુપ્તા પ્રભાવિત થાય. પરંતુ જ્યારે આઇઆઇએમના હૉલમાં પહોંચ્યા ત્યાં જોયું ચારોકોર ભીડ જ ભીડ પરિણામે છેવટે આ ત્રણ મિત્રોએ કોઇ ખૂણાની પાળી પકડીને ડૉ. કલામની મોટિવેશન સ્પીચ સાંભળી ત્યારબાદ નાસ્તાનો બ્રેક પડયો ત્યારે આ ત્રણ મિત્ર ડૉ. કલામને સ્પેશિયલ મળી અને પોતાની કામગીરી વિશે વાત કરી.
મારા પ્રોજેક્ટ પર ડૉ. કલામે અડધો કલાક ડિસ્કશન કર્યું
કલામસાહેબને મળવા શક્ય એટલા જુગાડ કર્યા
મારા પ્રોજેક્ટ પર ડૉ. કલામે અડધો કલાક ડિસ્કશન કર્યું
અબ્દુલ કલામ સાથેની મુલાકાતના યાદગાર પ્રસંગો
પ્રસંગ : ૧ અવકાશ વિજ્ઞાાનમાં આગળ વધવાની પ્રેરણા આપી
પ્રસંગ : ૨ ગાંધીઆશ્રમ પર થયેલી બીજી મુલાકાત
રાષ્ટ્રપતિ બન્યા બાદ ગાંધીઆશ્રમની મુલાકાતે આવેલા અબ્દુલ કલામને બીજીવાર મળવાનો મોકો મળ્યો. આ દરમિયાન તેમને સ્પેશને લગતા વર્લ્ડ વાઈડ પુસ્તકો વાંચવાનું કહ્યું, સાથે કેટલીક યુનિવર્સિટીના રેફ્રેન્સ અને સ્પેશ વિશેની માહિતી આપી નિસર્ગના હોંસલાને વધારે બુલંદ કર્યો.
પ્રસંગ : ૩, અબ્દુલ કલામે અમેરિકામાં નિસર્ગ માટે સન્માન કાર્યક્રમ ગોઠવ્યો હતો
No comments:
Post a Comment