Saturday 25 July 2015

77).AB CA ki bari

Nischal Narayanam has become the country's youngest Chartered Account at the age of 19.

Narayanam is also hailed as a mathematical genius. He has cleared the CA exam recently, yet Narayanam will have wait for two more years to enroll in the Institute of Chartered Accountants of India as the minimum age of admission in ICAI is 21.

He has won several laurels from a very young age and has an amazing memory.
He is the youngest ‘Double Guinness World Record holder' in the category of memory, youngest World Memory Champion, one of the “7 brilliant brains of the world”

He is the youngest graduate in the history of Osmania University from where he completed his B.Com andM.Com
He says “The journey wasn’t easy and a tough one. But I was determined to achieve it”

"After completion of my education,I am not willing to work abroad,I will serve my Nation to my full potential"






કેટલાક લોકો જન્મ સાથે બુદ્ધિ કૌશલ્ય લઈને જન્મે છે. હૈદરાબાદનો ૧૯ વર્ષીય નિશ્ચલ નારાયણમ્ માત્ર ૧૯ વર્ષની વયે ક્વોલીફાઇડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટન્ બનીને સિદ્ધિ મેળવી દેશનો સૌથી નાની વયનો સી.એ. બન્યો છે.
માત્ર ૯ વર્ષની ઉંમરે નિશ્ચલે પિતાની કંપનીના બેલેન્સ શીટમાંથી ભૂલો સોધી કાઢી ્ને ૧૦ વર્ષની ઉંમરે ગણિતના પુસ્તકો લખ્યા બાદ તેની આ સફર વણથંભી ચાલી અને ૧૯ વર્ષની ઉંમરે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યો. જોકે કાયદા પ્રમાણે તે ૨૧ વર્ષની ઉંમરનો ન થાય ત્યાં સુધી સ્વતંત્ર પ્રેક્ટિસ કરી શકશે નહીં.
નિશ્ચલે એક ટી.વી. ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેણે સમયનો અસરકારક ઉપયોગ કરીને નાની ઉંમરે સિદ્ધિ મેળવી છે. જોકે તેને આ સિદ્ધિ મેળવવા માટે મદદરૃપ થનારા સારા ગુરૃઓ પણ મળ્યા હતાં. નિશ્ચલે તેર વર્ષની ઉંમરે કેમ્બ્રિજ બોર્ડ ઓફ એજ્યુકેશન દ્વારા ૮, ૯, ૧૦, ૧૧ અને ૧૨માં ધોરણની પરીક્ષાઓ એક સાથે પાસ કરી હતી. ૧૫ વર્ષની ઉંમરે તેના પિતાની મદદથી એક કંપની સ્થાપી હતી આ કંપની લાખો શાળાઓને લર્નિંગ સોલ્યૂશન આપે છે. તે કહે છે કે તમે જે સાંભલો અને જુઓ છો તેમાંથી જ ઘણું શીખી શકો છો. તમે સારી રીતે શીખો તો કદી ભૂલાશે નહીં. તેણે ગણિતની પ્રયોગશાળા પણ ખોલી છે. ઓસ્માનિયા યુનિવર્સિટીનો તે સૌથી નાની વયનો ગ્રેજ્યુએટ છે. ૧૬ વર્ષની ઉંમરે તેણે કોમર્સની ડિગ્રી મેળવી હતી. તે માત્ર ગણિતમાં જ રચ્યોપચ્યો રહેતો નથી. મિત્રો સાથે ફરવા જાય છે અને અઠવાડિયે એક ફિલ્મ પણ જૂએ છે અને રમતગમતમાં પણ ભાગ લે છે.

No comments:

Post a Comment