Friday, 26 June 2015

73).Gj 3

1)
 
દરિયાને એક વાતે જ ખટકી ગઇ, 

નદી અહીં સુધી આવીને કેમ અટકી ગઇ.
 
પર્ણનુ ખરવુ સહજ હતુ પાનખરમાં, 

સાથે આ ડાળી કેમ બટકી ગઇ ??

હતો ભરોસો જે યાદભરી વાદળી ઉપર, 

વરસ્યા વિના એ પણ છટકી ગઇ...!!!


2).
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં

જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ


એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં


જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ

એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં


જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં

જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ


સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં

કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં


જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ

કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં


કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં

જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ


એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં

No comments:

Post a Comment