Wednesday 17 June 2015

66). 2000 વર્ષ પૂર્વે આ મહાન મહર્ષિએ આપેલો યોગનો વારસો!

મહર્ષિ પતંજલિની જન્મ કથાઓઃ-
 
મહર્ષિ પતંજલિ જન્મ અને તેમના કાર્ય-વ્યાપારને લઈને વિદ્વાનોમા અનેક મતભેદ પ્રચિલત છે. એક સ્ત્રીની અંજલિમાં પડવા(પત્) થી તેમનું નામ પતંજલિ પડ્યું હતું. કિવંદતીઓ પ્રમાણે તેમન પિતા અંગીરા હિમાલયના અને માતા ગોણિકા કશ્મીરના નિવાસી હતી.
 
મહર્ષિ પતંજલિનો જન્મ 250 ઈ.સ. પૂર્વે માનવામાં આવે છે. પરંતુ તેમના જન્મને લઈને અનેક વિવાદ છે. કેટલાક વિદ્વાનોના માનવા પ્રમાણે તેમનો જન્મ ચોથી શતાબ્દી ઈ.સ. પૂર્વ અને અન્યના માનવા પ્રમાણે છઠ્ઠી શતાબ્દી ઈ.સ. પૂર્વે, પ્રસિદ્ધ કૃતિ યોગ-સૂત્રની પ્રસ્તુતિ ચોથીથી બીજા શતક ઈ.સ. પૂર્વની વચ્ચે માનવામાં આવે છે. આ આધારે યોગ્ય તિથી 250 ઇ.સ પૂર્વે જ માનવામાં આવેલી. પતંજલિનો જન્મ અને તેમના માતા-પિતા વિશે અનેક કિવંદતીઓ પ્રચલિત છે. એક કિવંદતી પ્રમાણે પતંજલિના પિતા અંગીરા આ સૃષ્ટિના નિર્માતા બ્રહ્માના દસમા પુત્રમાંથી એક હતા અને શિવની પત્ની તેમની માતા હતી. આ પ્રકારે પતંજલિ બ્રહ્માના પૌત્ર, સાથે જ તેઓ બુદ્ધિ, વાગ્મિતા તથા ત્યાગમાં સર્વશ્રેષ્ઠ દેવતા બૃહસ્પતિના ભાઈ હતા
પતંજલિની એક અન્ય કથાઃ-
 
એક અન્ય કથા પ્રમાણે પતંજલિ સ્વયં ભગવાન વિષ્ણનું અવતાર હતા, જે આદિશેક નામના સર્પનારૂપમાં છે તથા ભગવાન વિષ્ણુના આસનના રૂપમાં પ્રસિદ્ધ છે (વાસ્તવમાં આદિશેષ સર્પ ભગવાન વિષ્ણુના અનેક અવતારોમાંથી એક છે) એક દિવસ જ્યારે વિષ્ણુ, ભગવાન શિવના નૃત્યુથી આનંદ વિભોર થઈરહ્યા હતા તે સમયે તેમના શરીરમાંથી એક પ્રકારનું કંપન થયું, જેના પરિણામ સ્વરૂપે આદિશેષની ઉપર ભાર વધવા લાગ્યો, પરિણામે તેનાથી કેટલીક અસુવિધાનો અનુભવ થયો. નૃત્યુ સમાપ્ત પછી ભાર ઓછો થતા તેમને તેનુંકારણ પૂછતા તેને ઉપરોક્ત ઘટનાની જાણકારી થઈ.
 
જ્ઞાત જાણકારી પછી આદિશેષે પણ પોતાના ઈષ્ટદેવને પ્રસન્ન કરવાના ઉદ્દેશ્યથી નૃત્ય શિખવાની ઈચ્છા વ્યક્તિ કરી, તે સાંભળીને ભગવાન વિષ્ણુને પ્રસન્ન થઈને આદિશેષને વરદાન આપ્યું કે ભગવાન શિવના આશીર્વાદથી તેઓ એક દિવસમાનવ-અવતારના રૂપમાં જન્મ લઈ ઉત્તમ નર્તકના રૂપમાં પ્રસિદ્ધ થશે. આ અવતારની પ્રાપ્તિ હેતુ તે પોતાની ભાવી માતાના વિશે વિચારવા લાગ્યો કે તેની માતા કેવી હશે?

તે સમયે ગોણિકા નામની એક દસદાચારી અને સદગુણી સ્ત્રી જે પૂર્ણતઃ યોગની પ્રત્યે સમર્પિત હતી અને તેમના દ્વારા પ્રાપ્ત ઉચ્ચ તથા યોગ્ય ગુણોના હેતુ એક યોગ્ય ઉત્તરાધિકારીના રૂપમાં એક પુત્રની કામના કરી રહી હતી જેથી આવનાર સમયમાં આ જ્ઞાનનો પ્રસાર કરી શકે. પરંતુ આ પૃથ્વી ઉપર તે એટલો યોગ્ય પાત્ર મેળવવામાં અસક્ષમ હતી. આ હેતુ તેને પ્રકાશના દેવતા સૂર્યની સમક્ષ સાષ્ટાંગ દંડવત કરતીને પોતાની તરફથી પોતાની અંજુલીથી સૂર્યને જળ અર્પણ કરતા તેને પોતાને યોગ્ય પુત્રની અનુનય-વિનય કરવા લાગી અને ધ્યાનમાં મગ્ન થઈ ગઈ. આ એક સાધારણ રણ નિષ્ઠાપૂર્વક કરવામાં આવેલ અર્પણ હતું. ભગવાન વિષ્ણુને ધારણ કરનાર આદિશેષને પોતાની માતા પ્રાપ્ત થઈ ગઈ, જેની તેને કામના હતી.
 
તત્ક્ષણ ગોણિકાએ જળ અર્પણ કરતી વખતે પોતાના ખોબામાં તરતા એક નાના પ્રાણીને જોયો, ત્યારે તે ખૂબ જ આશ્ચર્ય ચકિત થઈ ગયેલી, જ્યારે તે નાના પ્રાણીએ મનુષ્યનું રૂપ ધારણ કર્યું. જે ભગવાન શિવથી પ્રાપ્ત વરદાનને કારણે હતું. આ પ્રકારે ગોણિકાએ સૂર્ય અને શિવના આશીર્વાદથી યોગ્ય પુત્ર અને ઉત્તરાધિકારીની ઈચ્છા પૂર્ણ થઈ. તેને વીસ વર્ષની ઉંમરમાં લોલુપા નામની સ્ત્રી સાથે લગ્ન કરાવ્યા. તેમના પુત્ર નાપપુત્ર હતા.
યોગગુરુ પતંજલિએ યોગનો અભ્યાસ પોતાની ગહુરુ અને માતા ગોણિકા પાસેથી તથા તેમના પરમ ગુરુ હિરણ્યગ્રાભાથી પ્રાપ્ત કર્યો. તેમને સાંખ્ય, વેદ, ઉપનિષદ, કાશ્મીર શૈવ, બ્રાહ્મણ ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની પણ શિક્ષા પ્રાપ્ત કરી. પતંજલિ મહાસર્પ અનંતના અવતાર હતા, અર્થાત્ જે ક્યારેય સમાપ્ત ન થાય તેવા.
પતંજલિ એક મહાન નર્તક હતા, તેઓ ભારતીય નર્તક દ્વારા તેમના સંરક્ષકના રૂપમાં પૂજનીય છે. સંદેહાસ્પદ સ્થિતિ અહીં પેદા થાય છે કે શું નતર્ક પતંજલિ એ જ પતંજલિ છે જેમને પ્રસિદ્ધ યોગ-સૂક્ષની રચના કરી હતી? યોગ-સૂત્ર ઉપરાંત તેમની પ્રસિદ્ધ રચના હતી મહાન સંસ્કૃત વ્યાકરણ “अष्टाध्यायी”ને આધાર બનાવીને તેની ઉપર આલોચના કરવાનું તેની સાથે સંબંધિત સાક્ષ્યોને વધુ વિવાદમાં નાખે છે.
 
સંસ્કૃત વ્યાકરણ અષ્ટાધ્યાયીને આધાર બનાવીને પતંજલિએ સંસ્કૃત વ્યાકરણ મહાભાષ્ય(Great Commentary) રજૂ કર્યું. આયુર્વેદિક ઔષધિઓ ઉપર પણ તેન અનેક રચનાઓ ઉપલબ્ધ હતી પરંતુ તેને વિદ્વાનો દ્વારા પૂર્ણતઃ સ્વીકૃત અને સ્થાપિત ન કરવામાં આવી. આ પ્રકારે એ પણ વિવાદનો વિષય રહ્યો હતો કે સંસ્કૃત વ્યાકરણ મહાભાષ્યના રચયિતા તે જ પતંજલિ છે જેમને યોગ સૂત્રને સ્થાપિત કરી હતી, અથવા કોઈ અન્ય પતંજલિ છે? અહીં યોગ-સૂત્ર અને મહાભાષ્યના દર્શનમાં એક વિરોધ સમાયેલો છે. આથી એવું માનવામાં આવે છે કે અલગ-અલગ પતંજલિ એક પ્રસિદ્ધ ઓળષને પ્રાપ્ત કરવા માટે નામ અને કાર્યને જોડીને ચાલતા ગયા, જે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિને સંઘર્ષને સંકલનથી પ્રાપ્ત કર્યુ હતું.
યોગસૂત્રની રચનાઃ-
 
કાલ સંભવતઃ 200 ઈ.સા. પૂર્વ હતો. પતંજલિ પોતાના કાર્યોને કારણે યોગના જનકના રૂપમાં પ્રસિદ્ધ છે. યોગ-સૂત્ર, યોગનો પ્રબંધ છે, જેનું નિર્માણ સાંખ્યના અનુશાસન અને હિન્દુ ધર્મગ્રંથ ભગવત ગીતા ઉપર કરવામાં આવ્યું છે. યોગ એ વિજ્ઞાન છે જે ધ્યાનને એકત્ર(કેન્દ્રિત) કરે છે.
 
તે પુરાણ, વેદ અને ઉપનિષદમાં પણ વ્યાખ્યાયિત છે. નિશ્ચપણે તે આજે પણ તે એક મહાન કાર્ય છે જે હિન્દુ ધર્મગ્રંથમાં જીવિત છે, યોગ વ્યવસ્થાના આધારે જેને રાજ યોગના નામથી ઓળખવામાં આવે છે. પતંજલિનો યોગ હિન્દુઓના છ દર્શનમાંથી એક છે,પૂર્વ સંદર્ભના રૂપમાં જે સંદર્ભ પ્રાપ્ત થાય છે તેમાં પ્રસિદ્ધ યોગ અષ્ટાંગ યોગનું વિવરણ આપવામાં આવ્યું છે, તેના આઠ અંગ છે- યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણ, ધ્યાન અને સમાધિ.
 
પતંજલિનું મહાભાષ્ય(Great Commentry) ,પાણીનીના ત્રણ પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણોમાંથી એક ખૂબ જ ચર્ચિત વ્યાકરણ અષ્ટાધ્યાયી ઉપર આધારિક સંસ્કૃત વ્યાકરણ છે, તેના સહયોગથી વૈયાકરણ પતંજલિએ ભારતીય ભાષાવિજ્ઞાનને એક નવું રૂપ પ્રદાન કર્યું. વિદ્વાનોના માનવા પ્રમાણે તેમનું કાર્ય પ્રતિવાદ હતું તેમના સૂત્રોને અર્થપૂર્ણ રૂપમાં વિસ્તાર પ્રદાન કરવામાં આવ્યો.

પતંજલિ પોતાના યોગ પ્રબંધમાં વિભિન્ન વિચારોનો પ્રતિવાદ કરે છે જે સંખ્ય અથવા યોગના મુખ્ય ધારાઓમાં નથી. કુશળ જીવની લેખક, વિશેષજ્ઞ, વિદ્વાન કોફી બુસિયાના માનવા પ્રમાણે તેઓ સ્વીકારતા હતા કે સન્માન કે પોતાના વિશે નિર્મિત ધારણા કોઈ પૃથક અસ્તિત્વ નથી, સૂક્ષ્મ શરીર(લિંગ શરીર) સ્થાયી રીતે તેનું ધ્યાન નથી રાખતું. તેઓ આગળ કહે છે કે તેના દ્વારા બાહ્ય તત્વ પ્રત્યક્ષ રૂપમાં નિયંત્રણ રાખી શકાય છે આ પારંપરિક સાંખ્ય અન યોગને અનુસાર જોડાયેલ નથી.

No comments:

Post a Comment