Saturday, 9 May 2015

56) Its not make 2 minutes..... (MAGGI..)

મેગી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક જ નહીં પણ જીવલેણ છે
સેમ્પલમાં લેડ અને ગ્લૂટામેટ નામના એમિનો એસિડ ખતરનાક સ્તર પર હોવાનું જાણવા મળ્યું

- મોનોસોડિયમ ગ્લૂટામેટની હાજરી હોય તે પ્રોડક્ટના રૈપર પર 12 વર્ષ સુધીના બાળકોના ઉપયોગમાં ન લેવાની ચેતવણી છાપવી જરૂરી

 તા. 9 મે 2015

મેગીના સેમ્પલમાં હાનિકારક કેમિકલ્સની ખાતરી થયા બાદ ફૂડ સેફટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (Fsda) તેનું વેચાણ બંધ કરાવવાની તૈયારીમાં લાગી ગયા છે. બાળકોના સ્વાસ્થ્ય માટે ખતરો જણાતા Fsdaએ મેગી બનાવતી નેસ્લે ઇન્ડિયા કંપનીનું મેન્યૂફેક્ચરિંગ લઇસેન્સ રદ કરવાની ભલામણ કેન્દ્રીય ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી(Fssa)ને કરશે.

મુખ્યાલયના અધિકારીઓ અનુસાર આ વિષયમાં વિસ્તૃત એહવાલ તૈયાર થઈ ગયો છે જેને સોમવાર સુધીમાં Fssaના ડાયરેક્ટરને મોકલી આપવામાં આવશે. Fsdaએ બારબંકીના ઇજી ડે સ્ટોરમાંથી લીધેલા મેગના સેમ્પલની તપાસ કોલકાતાની રેફરલ લેબમાં કરાવી. તપાસમાં આ સેમ્પલ ફેલ થઈ ગયા અને તેમાં લેડ અને મોનોસોડિયમ ગ્લૂટામેટ નામના એમિનો એસિડ ખતરનાક સ્તર પર હોવાનું જાણવા મળ્યું. ત્યાર બાદથી હરકતમાં આવેલી Fsdaએ સમગ્ર વિસ્તારમાં આ બેચની મેગીના વેચાણ પણ પ્રતિબંધ લગાવી દીધો.


સેમ્પલમાં ઘાલમેલ પર નેસ્લેએ રિપોર્ટને પડકારી
આસિસ્ટન્ટ કમિશનર Fsda વિજય બહાદુરએ જણાવ્યું કે નેસ્લેએ મેગના ઉત્પાદનના લાઈસન્સ કેન્દ્રીકૃત આધાર પર Fssaએ પાસેથી હાંસલ કરેલું છે. એટલા માટે Fsdaના મુખ્યાલયથી લાઇસન્સને રદ કરવાની ભલામણ કેન્દ્રીય મુખ્યાલયથી જોડાયેલા ઇન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરને મોકલી રહી છે.

બારાબંકીના ઈઝી સ્ટોરમાંથી ફેબ્રુઆરીમાં મેગના સેમ્પલ સીલ કરવામાં આવ્યા હતા. જાહેર વિશ્લેષક લેબ ગોરખપુરથી માર્ચના અંતમાં રિપોર્ટ આવી. રિપોર્ટમાં તેને બે આધારો પર અસુરક્ષિત શ્રેણીમાં ફેલ ગણાવ્યા. પહેલું - સેમ્પલમાં લેડની માત્ર નિર્ધારિત ધોરણ કરતા આઠ ગણું વધારે હતું. બીજુ- તેમાં મોનોસોડિયમ ગ્લૂટામેટ પેકેટમાં ચેતાવણી વગર હાજર હતું.

નેસ્લેએ ગોરખપુર લેબની રિપોર્ટને પડકારી છે. ત્યાર બાદ સેમ્પલ રેફરલ લેબ કોલકાત મોકલાવવામાં આવ્યા. ત્યાંથી એપ્રિલના અંતમાં આવેલી રિપોર્ટમાં પણ ગોરખપુરની રિપોર્ટને યોગ્ય ઠેરાવી હતી.

સ્વાસ્થ્ય માટે નુકસાનકારક જ નહીં પણ જીવલેણ છે

કેન્દ્રીય મુખ્યાલયમાં મોકલાવવામાં આવેલી રિપોર્ટમાં જણાવાવમાં આવ્યું છે જે બેચની મેગની તપાસ કરવામાં આવી હતી તેમાં લેડની માત્રા 17.2 પાર્ટ્સ પર મિલિયન મળી હતી. નિર્ધારિત ધોરણ અનુસાર આ માત્રા 2.7 પાર્ટ્સ પર મિલિયન સુધી જ સુરક્ષિત અન્ય માન્ય છે. લેડની આ માત્રા સ્વાસ્થ્ય માટે નુક્સાનકારક જ નહીં પણ જીવલેણ છે.

મેગીમાં મોનોસોડિયમ ગ્લૂટામેટ પણ મળ્યું, જ્યારે ધારાધોરણ અનુસાર જે પણ ઉત્પાદનમાં મોનોસોડિયમ ગ્લૂટામેટની હાજરી હોય તેના રૈપર પર 12 વર્ષ સુધીના બાળકોના ઉપયોગમાં ન લેવાની ચેતવણી છાપવી જરૂરી છે. પણ મેગીના પેકેટ પર આવી કોઈ પણ જાતની ચેતવણી છાપવમાં આવી નથી.

વિજય બહાદુર, મદદનીશ કમિશનર, Fsdaના જણાવ્યા અનુસાર નેસ્લે ઇન્ડિયા કંપનીની મેગી પ્રોડક્ટનું લાઇસન્સ રદ કરવા માટેની ભલામણો થોડા દિવસોમાં જ કેન્દ્રીય મુખ્યાલયને મોકલવામાં આવશે. લેબ રિપોર્ટમાં મેગીનું સેમ્પલમાં મળેલા કેમિકલ્સને સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાવ્યું છે. તેના આધાર પર કેન્દ્રીય મુખ્યાલયથી મેગીના વેચાણ પર દેશભરમાં પ્રતિબંધ લાદવાની ભલામણ પણ રિપોર્ટમાં હશે.

No comments:

Post a Comment