Friday 17 April 2015

36).The Real INDIAN ,


લે. જનરલ હનૂત સિંહ

                                                             

રાજસ્થાનની જમીન કે જ્યા મહારાણા પ્રતાપ અને વીર દુર્ગાદાસ જેવા વીરોને જન્મ આપ્યો છે ત્યારે ભક્ત શિરોમણી મીરાબાઈની પણ જનની છે. વીર હનૂત સિંહમાં રાજસ્થાની માટીનાં બંન્ને ગુણ હતા. તેમની જ આગેવાનીમાં પુના હોર્સ રેજીમેન્ટે વર્ષ 1965 તથા 1971નાં ભારત - પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાનની 48 ટેંકનો નાશ કરી નાખ્યો હતો ત્યાર બાદ પાકિસ્તાની સૈન્ય પાસે હાર સ્વીકાર કર્યા વગર કોઈ વિકલ્પ ન્હોતો વધ્યો.

લે. જનરલ હનૂત સિંહનો જન્મ 6 જુલાઈ 1933ના રોજ થયો. કર્નલ અર્જુન સિંહનાં ઘરે થયો હતો. એ દેશનાં પુર્વ વિદેશ તેમજ રક્ષામંત્રી જસવંત સિંહનાં પિતરાઈ ભાઈ હતા. દેહરાદૂનના કર્નન બ્રાઉન સ્કૂલમાંથી ભણતર પુરુ કર્યા બાદ તેઓ 1949માં એનડીએમાં દાખલ થયા. ત્યાથી તેઓએ સેના જોઈન કરી. ત્યા તેઓ સેકન્ડ લેફ્ટનન્ટ પદ પર નિયુક્ત થયા. ત્યારબાદ તે એક પછી એક ઉંચાઈઓ પ્રાપ્ત કરતા ગયા.

વર્ષ 1964 અને 1971માં હનૂત સિંહે ભારત પાકિસ્તાન યુદ્ધમાં પુના હોર્સ રેઝીમેન્ટ તરફથી ભાગ લીધો. તેમના નેતૃત્વમાં એ.બી. તારપારે અને સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ક્ષેત્રપાલે યુદ્ધ કૌશલનો પરિચય આપતા પાકિસ્તાની સૈન્યની 48 ટેન્ક ધ્વસ્ત કરી પાકિસ્તાની સૈન્યનાં ધ્વસ્ત કરી હતી.

રેઝીમેન્ટમાં હનૂત સિંહ ગુરુદેવનાં નામથી જાણીતા હતા. બધા લોકો તેમને એ કહીને સન્માન આપતા હતા. તેઓએ લગ્ન નથી કર્યા. તેમનાથી પ્રભાવિત થઈને તેમના યુનિટનાં ઘણા અધિકારીઓએ પણ લગ્ન ન કર્યા.

No comments:

Post a Comment